ખાદ્યપદાર્થો માટેની માર્ગદર્શિકાનો ફોટો

Figure 1. Text version below.

ખાદ્યપદાર્થો માટેની માર્ગદર્શિકાનો ફોટો – પાઠનું વર્ણન

કેનેડાની ખાદ્યપદાર્થો માટેની માર્ગદર્શિકા

સારો ખોરાક ખાવ. સારું જીવન જીવો.

ખાદ્યપદાર્થો માટેની માર્ગદર્શિકાના ફોટામાં બે મુખ્ય છબીઓ છે. પહેલી છબી પાણીનો પ્યાલો અને ખાદ્યપદાર્થોની પ્લેટ દર્શાવે છે. આ વાક્ય ટોચમાં દેખાય છે: દરરોજ વૈવિધ્યસભર આરોગ્યપ્રદ ખોરાક ખાવ.

પ્લેટ આસપાસ ચાર સંદેશાઓ રહેલા છે. આ છે:

  • શાકભાજી અને ફળો પુષ્કળ પ્રમાણમાં ખાવ
  • આખા અનાજનો ખોરાક પસંદ કરો
  • પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાવ
  • પાણીને તમારું પસંદગીનું પીણું બનાવો

અડધી પ્લેટ શાકભાજી અને ફળોથી ભરો (બ્રોકોલી, ગાજર, બ્લૂબૅરી, સ્ટ્રોબેરી, લીલા અને પીળા તજ, સફરજન, લાલ કોબીજ, પાલક, ટામેટા, બટાકા, કોળુ અને લીલા વટાણા). પ્લેટના એક-ત્રત્યાંશ ભાગમાં પ્રોટીનનો ખોરાક રાખો (ઓછી ચરબીવાળુ માંસ (લીન મીટ), ચીકન, વિવિધ કવચવાળા ફળો અને બી, મસુર, ઇંડા, ટોફુ, દહીં, માછલી, કઠોળ). પ્લેટના શેષ એક-ત્રત્યાંશ ભાગમાં આખા અનાજથી બનેલા ખાદ્યપદાર્થો પસંદ કરો (આખા અનાજની બનેલી બ્રેડ, આખા અનાજના પાસ્તા, વાઇલ્ડ રાઇસ (ચાર જાતના ઘાસમાંથી બનતા), મઠ, લાલ ચોખા).

બીજી છબી સાત ખાનાઓ દેખાડે છે, દરેકમાં તેઓનો પોતાનો સંદેશો અને છબી છે.

આ વાક્ય ટોચમાં જણાય છે: આરોગ્યપ્રદ આહાર તમે ખાતા હો તે ખોરાકથી વધારે સારો હોય છે

પહેલું ખાનું કહે છે, તમારી ખાવાની ટેવોથી જાગૃત રહો.

છબી બે પુખ્ત વ્યક્તિઓને સાથે બ્રેકફાસ્ટ કરતી દેખાડે છે.

બીજુ ખાનું કહે છે, ઘરે ખોરાક બહુ અવારનવાર રાંધો.

છબી એક પુખ્ત ઉંમરની વ્યક્તિ અને બાળકને સાથે રાંધતી દર્શાવે છે.

ત્રીજુ ખાનું કહે છે, તમારા ખોરાકનો આનંદ માણો.

છબી ખોરાક ભરેલું બાઉલ દેખાડે છે.

ચોથું ખાનું કહે છે, ભોજન અન્ય લોકો સાથે મળીને ખાવ.

આ છબી ભોજન વહેંચતા લોકોનું સમૂહ દેખાડે છે.

પાંચમું ખાનું કહે છે, ખાદ્યપદાર્થોના લેબલોનો ઉપયોગ કરો.

આ છબી હાથમાં ખોરાકના બે કેન્સ પકડીને ઊભેલી વ્યક્તિ દેખાડે છે. કેન્સ પર પોષણક્ષમ હકીકતો ટેબલમાં દર્શાવી છે.

છઠ્ઠું ખાનું કહે છે, સોડિયમ, શર્કરા કે સંતૃપ્ત ચરબી વધારે હોય તેવો ખોરાક સીમિત કરો.

આ છબી અત્યંત પ્રક્રિયા કરેલા ખાદ્યપદાર્થો દર્શાવે છે જેમ કે, શેકેલો (બેક્ડ) ખોરાક, પીઝા, હળવું પીણું, ચોકલેટ અને હોટ ડોગ.

સાતમું ખાનું કહે છે, ખાદ્યપદાર્થોની માર્કેટિંગ કળાથી સાવધ રહો.

આ છબી સેલફોન અને કોમ્પ્યુટર સ્ક્રીન પર ખાદ્યપદાર્થોની જાહેરાત જોતી વ્યક્તિ દેખાડે છે.

Page details

Date modified: