તમે ભારતથી કેનેડા પ્રવાસ કરવા અરજી કરો તે પહેલાં નિયમો જાણો

કેનેડામાં કામ, અભ્યાસ કે પ્રવાસ કરવાને લગતી ગેરંટી આપતા કૌભાંડિયાઓ (સ્કેમર્સ) હોય છે. તેઓ ખરાબ સર્વિસ અથવા કોઈ સર્વિસ બિલકુલ નહિ આપવા માટે પણ પુષ્કળ નાણાં વસૂલતા હોય છે. તેઓની કાર્યવાહીઓના તમે અને તમારા કુટુંબીજનો માટે ગંભીર પરિણામો આવી શકે છે

તમને વિઝા મળવાની ગેરંટી કોઇપણ આપી શકતું નથી.

ਧતમે વિઝાના માપદંડો સંતોષતા ના હો તો પણ કૌભાંડિયાઓ પોતે નાણા કમાઈ શકે તે માટે તમે સંતોષતા હોવાનું તમને કહેશે. મૂર્ખ બનશો નહીં. તમે કેનેડા આવવાને(opens in a new tab)  ਦપાત્ર છો કે કેમ તે શોધી કાઢો.

આ પાન પર

વિઝા એજન્ટનો ઉપયોગ કરવો

ਤતમે વિઝા મેળવવા જાતે અરજી કરી શકો છો, અથવા તમે વિઝા એજન્ટનો (કેનેડામાં “રિપ્રેઝન્ટેટિવ” (પ્રતિનિધિ) કહેવાય છે) ઉપયોગ કરી શકો છો. એજન્ટ તમને ફોર્મ્સ ભરવામાં મદદ કરે છે, અને તેઓ તમારા વતીઅરજીઓ પણ રજૂ કરી શકે છે. જો તમે રિપ્રેઝન્ટેટિવનો ઉપયોગ કરો તો, તમારે તમારી અરજીમાં આ માહિતી અચૂક સમાવવી રહી. જો તમે તેમ ના કરો તો, અરજી નકારવામાં આવી શકે છે, અને તમને 5 વર્ષ સુધી અરજી કરતા રોકી શકાય છે.

વિઝા એજન્ટ્સ (રિપ્રેઝન્ટેટિવ્સ) વિશે માહિતી મેળવો

2 પ્રકારના રિપ્રેઝન્ટેટિવ્સ હોય છે:

 1. અનપેઇડ (અવેતન) રિપ્રેઝન્ટેટિવ્સ તમને અરજી પ્રક્રિયામાં મદદ કરતી વખતે કોઈ ફી વસૂલતા નથી, અને તેઓમાં ઘણીવાર મિત્રો અને કુટુંબીજનો સામેલ હોય છે. તેઓ તમારા માટે ફોર્મ્સ ભરે છે અને તમારી અરજી રજૂ કરે છે, મફતમાં.
 2. પેઇડ ਪ(સવેતન) રિપ્રેઝન્ટેટિવ્સ અચૂકપણે કેનેડામાં અધિકૃત હોવા રહ્યાં જેઓ પોતાની સર્વિસીસ માટે નાણા વસૂલી શકે છે. તેઓ તમારા માટે ફોર્મ્સ ભરે છે અને તમારી અરજી રજૂ કરે છે, એક ફી વસૂલીને.

અધિકૃત રિપ્રેઝન્ટેટિવ્સ નિયમનોથી બંધાયેલા વ્યાવસાયિકો હોય છે જેઓ કેનેડાની ઇમિગ્રેશન અને અરજી પ્રક્રિયાઓ સમજે છે. તેઓ લૉયર્સ (વકીલો), પેરાલીગલ્સ, ક્યુબેક નોટરીસ, અથવા કન્સલ્ટન્ટ્સ હોઈ શકે છે જેઓ કોલેજ ઑફ ઇમિગ્રેશન ઍન્ડ સિટિઝનશિપ કન્સલ્ટન્ટ્સ(opens in a new tab)  સાથે નોંધાયેલા હોઈ શકે છે. તેઓ જુદા જુદા વિઝા સમજાવી શકે છે, તમારી અરજી પર સલાહ આપી શકે છે, અને તમારા વતી ગવર્મેન્ટ ઑફ કેનેડા સાથે સંવાદ કરી શકે છે.

અધિકૃત રિપ્રેઝન્ટેટિવ્સ વિશે વધુ માહિતી મેળવો(opens in a new tab) 

અનધિકૃત વિઝા એજન્ટ્સ સાથે કામ કરતી વખતે સાવચેત રહેશો

અમે ફી વસૂલતા વિઝા એજન્ટ્સ સાથે વ્યવહાર કરીશું નહિ પણ તેઓ અધિકૃત રિપ્રેઝન્ટેટિવ્સ નથીજો તમે અનધિકૃત રિપ્રેઝન્ટેટિવનો ઉપયોગ કરો તો, અમે તમારી અરજી પરત મોકલી શકીએ અથવા તેને નકારી શકીએ.

વિઝા એજન્ટ રાખવાથી તમારી અરજીની પ્રક્રિયા વધારે ઝડપથી કરવામાં મદદ મળશે નહિ અથવા તમારા વિઝા મંજૂર થઈ જવાની ગેરંટી મળશે નહીં. એજન્ટ્સ કેનેડિયન વિઝા ઑફિસર્સ સાથે ખાસ જોડાણો ધરાવતા નથી. કેનેડિયન ઇમિગ્રેશન અધિકારીઓ બધી અરજીઓની સમીક્ષા કરતી વખતે એકસરખા પગલાઓ અને નિયમો અનુસરે છે, પછી ભલે તમે એજન્ટ રાખો અથવા તમારી જાતે અરજી કરો કે નહીં.

જો તમારી અરજી નકારવામાં આવી હતી તો, ખાતરી કરશો કે તમે સમજો છો કે તમે ફરીથી અરજી કરો તે પહેલાં તે કેમ નકારવામાં આવી હતી. સરખી માહિતી વડે ફરીથી અરજી કરવી એ તમારો સમય અને નાણાનો વ્યય છે. તેનાથી નિર્ણય બદલાશે નહિ, અને તે તમારો ખર્ચ વધારશે.

કોઇપણ ગેરંટી આપી શકતું નથી તમારો વિઝા મંજૂર થશે.

અનધિકૃત એજન્ટ્સ વિશે જાણો

જો તમે અરજી ભરવામાં તમને મદદ કરવા એજન્ટ રાખ્યો હોય તો, તમારા વિશ્વાસુ લોકોએ વિઝા મેળવવા રાખેલ એજન્ટની ભલામણ કરવા તેઓને કહો. તમે પસંદ કરો તે પહેલાં થોડાક લોકોની સલાહ મેળવો.

જો એજન્ટ તમારા વતી અરજી કરે તો, આ સૂચનો યાદ રાખશો:

 • તમારે બંનેએਪયુઝ ઑફ રિપ્રેઝન્ટેટિવ ફોર્મ(opens in a new tab)  ભરીને તેની પર સહી કરવી પડશે. તમારી અરજી પર માહિતીની ઘોષણા કરવામાં નિષ્ફળતાને જૂઠી ગણવામાં આવે છે, અને તમારી અરજી નકારવામાં આવી શકે.
 • એજન્ટ IRCC ની ઓનલાઇન સિસ્ટમથી તમારી અરજી રજૂ કરે ત્યારે અરજી પહોંચે છે તેની ખાતરી કરવા હાજર રહેવા માટે કહો. ઘણાં કૌભાંડિયાઓ તમને કહેશે કે તેઓએ તમારી અરજી મોકલી છે, પણ તેઓએ મોકલી હોતી નથી.

જો તમે કોઇકની સર્વિસીસ બદલ તેઓને ચૂકવણી કરી રહ્યાં હો તો

 • લેખિત કરાર અને IRCC ફીની કલમવાર ગણતરી અને તમે જે સર્વિસીસ માટે ચૂકવણી કરતા હો તે પૂછો
 • તમે કરેલી દરેક ચૂકવણી માટે સહી કરેલી રસીદ (રિસિપ્ટ) મેળવો

છેતરપિંડીના પરિણામો

ਝજૂઠું ના બોલશો કે નકલી ડોક્યુમેન્ટ્સ મોકલશો નહીં

એક અરજી પર જૂઠું બોલવું અથવા નકલી કે સુધારેલા ડોક્યુમેન્ટ્સ મોકલવા એ ગંભીર ગુનો છે. તમારી અરજી નકારવામાં આવશે અને તમને ઓછામાં ઓછાં 5 વર્ષ માટે કેનેડામાં પ્રવેશવા પ્રતિબંધિત કરી શકાય છે.

તમે વિઝા અરજીમાં આપેલી માહિતી માટે જવાબદાર રહો છો પછી ભલે તમે વિઝા એજન્ટને ઉપયોગમાં લો.

જો કેનેડિયન વિઝા અધિકારી અરજી પર ખોટી માહિતી જુએ તો, પરિણામો ભોગવનાર તમે હશો—તમારા એજન્ટ નહીં.

તમે તમારી અરજીમાંની માહિતી માટે જવાબદાર બનો છો

જો કોઇક તમને વિઝા અરજી પર જૂઠું બોલવા કહે અથવા નકલા ડોક્યુમેન્ટ્સ આપે તો, તેઓ તમને અને તમારા કુટુંબીજનોને જોખમમાં મૂકી રહ્યાં છે.

તમારા વિઝા એજન્ટે તમને આપેલા કોરા ફોર્મ્સ કે અરજીઓ પર ક્યારેય સહી કરશો નહીં.

તમે તમારી અરજી પર સહી કરો તે પહેલાં, ખાતરી કરો કે તમારી અરજી અને સહાયક ડોક્યુમેન્ટ્સમાંની બધી માહિતી સાચી છે અને એ કે તમે બધું સમજો છો.

નકલી ડોક્યુમેન્ટ્સ કે માહિતી મોકલવાના પરિણામો

જો તમે કે તમારા એજન્ટ ખોટા ડોક્યુમેન્ટ્સ કે માહિતી મોકલે તો

 • તમારી અરજી નકારવામાં આવશે
 • તમને કેનેડામાંથી ઓછામાં ઓછાં 5 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવી શકે છે
 • તમારો IRCC સાથે કાયમ માટે છેતરપિંડીનો રૅકોર્ડ બની શકે છે

કેનેડિયન સરકાર ભાગીદારો સાથે કામ કરીને અધિકારીઓને તાલીમ આપે છે અને નકલી ડોક્યુમેન્ટ્સ પર નજર રાખે છે.

અરજી ફી

તમારા નાણા વેડફશો નહીં

તમે અને તમારા કુટુંબીજનોએ અરજી પર તમારી જીવનભરની બચતો ખર્ચવી ના જોઇએ. કેનેડિયન વિઝા માટે અરજી કરવામાં આશરે 6,000 (CAN$100) જેટલો ખર્ચ થાય છે. એ કૌભાંડિયાઓથી સાવધ રહો જેઓ તેનાથી પણ બહુ વધારે વસૂલે છે. અરજી ફી દરેક વ્યક્તિ માટે એકસરખી હોય છે.

અરજી ફીના ઉદાહરણો
 • હંગામી રેસિડન્ટ વિઝા (વિઝિટર વિઝા): $100 (6,000)
 • વર્ક પરમિટ**: $155 (9,300)
 • ઓપન વર્ક પરમિટ*: $255 (15,500)
 • સ્ટડી પરમિટ*: $150 (9,100)
 • બાયોમેટ્રિક્સ: $85 (5,100)

તમારે તમારી લીધેલી ફિંગરપ્રિન્ટ્સ અને ફોટો (બાયોમેટ્રિક્સ) માટે ચૂકવણી કરવી પડે છે, પણ એપોઇન્ટમેન્ટ લેવાનું મફત ਹછે.

ਫફી કેનેડિયન ડોલર્સમાં આપવામાં આવે છે, જેની સાથે અંદાજિત રૂપિયામાં રૂપાંતરણ દર્શાવવામાં આવે છે. એપ્લિકેશન્સ અને સર્વિસીસ માટે ફી વિશે વધુ માહિતી મેળવો.(opens in a new tab) 

* એકવાર સ્ટડી કે વર્ક પરમિટ મંજૂર થાય એટલે, વિઝા કોઈ વધારાના દર વગર સ્વચાલિત રીતે આપવામાં આવશે.

નકલી નોકરીની ઓફરો અને વિદ્યાર્થી સાથે થતા કૌભાંડોથી સાવધ રહો

તમારી આસપાસ અને ઇન્ટરનેટ પર કૌભાંડીઓ તમને કેનેડા માટે વર્ક કે સ્ટુડન્ટ વિઝા અપાવવાનું વચન આપશે. તેઓ તમને એ પણ કહી શકે કે એકવાર તમને વિઝા મળે એટલે, તમે પરમેનન્ટ રેસિડન્ટ (PR) બનવા અરજી કરી શકશો.

તમને વિઝા કે PR મળવાની ગેરંટી કોઇપણ આપી શકતું નથી.

નોકરીની નકલી ઓફરો

એક કેનેડિયન કંપની વિદેશી કામદારની નિયુક્તિ કરી શકે તે પહેલાં, તેઓએ કેનેડામાંથી કોઇકની નિયુક્તિ કરવાનો પ્રયત્ન અચૂક કરવો રહ્યો. કંપનીએ સરકાર પાસેથી ડોક્યુમેન્ટ મેળવવું રહ્યું જે તેઓને વિદેશી કામદારની નિયુક્તિ કરવાની પરવાનગી આપે છે. આ ડોક્યુમેન્ટને લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (LMIA) કહેવામાં આવે છે, અને કંપની નિયુક્તિ કરવા ઇચ્છતી હોય તેવા દરેક કામદાર માટે કંપનીને તેનો ખર્ચ 60,200 (CAN$1,000) થાય છે. કંપનીએ આ ફી અચૂક ચૂકવવી રહી.

જો કોઈ નોકરીની ઓફર સાચે જ બહુ સારી હોવાનું લાગે તો, તે સંભવિતપણે કૌભાંડ છે. તમે વિઝા એજન્ટને તમને મદદ કરવા ચૂકવણી કરો તે પહેલાં કંપની અને નોકરીની ઓફરનું સંશોધન કરીને ખાતરી કરો કે તેઓ બંને વાસ્તવિક છે.

કેનેડામાં કામ કરવા વિશે વધુ માહિતી મેળવો(opens in a new tab) .

લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ્સ તમારી પર કેવી રીતે અસર કરે છે તે શોધી કાઢો

કેનેડિયન કંપનીઓએ લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (LMIA) માટે ફી ચૂકવવી પડે છે. સરકાર કામદારને ખર્ચની ચૂકવણી કરવા દેતી નથી. કંપનીઓ, રિક્રુટર્સ કે એજન્ટ્સ જેઓ તમને આ ફી ચૂકવવા કહે તેઓથી સાવધ રહો. જો કંપની વિદેશી કામદારને નોકરી પર રાખવાની જરૂરિયાતોનું પાલન કરતી નથી, તો LMIA રદ થઈ શકે છે અને તમારા વિઝા કેન્સલ થઇ શકે છે.

જો LMIA મંજૂર કરવામાં આવે તો, તમારા એમ્પ્લોયરે તમને મંજૂરી પત્રની નકલ આપવી જોઇએ જેથી તમે તમારી વર્ક પરમિટ અરજીમાં તે સમાવી શકો. તમને LMIA મંજૂરી પત્રની જરૂર તમે વર્ક પરમિટ માટે અરજી કરી શકો તે પહેલાં પડે છે.

નોકરીની ઓફરના કૌભાંડો

એ કૌભાંડ હોઈ શકે છે જો

 • રિક્રુટર નોકરી શોધવા તમારી પાસેથી નાણાં વસૂલે
  નોંધ: પ્રમાણિક કંપનીઓ કામદારો શોધવા રિક્રુટર્સને ચૂકવણી કરતી હોય છે, તેથી તેથીતમારે નોકરીની ઓફર માટે ચૂકવણી કરવાની જરૂર ના પડવી જોઇએ.
 • તમને અરજી કરવાના અધિકાર, લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (LMIA), તાલીમ, અથવા સાધનો કે યુનિફોર્મ જેવી પુરવઠા સામગ્રીઓ માટે પહેલાં ચૂકવણી કરવાનું કહેવામાં આવે છે
 • કોઈ રિક્રુટર કે એમ્પ્લોયર વચન આપે કે તમે કેનેડા સ્થળાંતરિત થઈ શકો છો અને થોડાક અઠવાડિયામાં કામની શરૂઆત કરી શકો છો
 • નોકરી કે પ્રદેશ માટે પગાર બહુ વધારે જણાય
  નોંધ: ગવર્મેન્ટ ઑફ કેનેડા જોબ બેંક(opens in a new tab)  વ્યવસાય અને શહેર પ્રમાણે સરેરાશ વેતનની યાદી સૂચવે છે. તમે જે તે નોકરી માટે શહેર કે પોસ્ટલ કોડ ટાઇપ કરીને તેના પગારની શ્રેણી શોધી શકો છો.
 • નોકરીનું વર્ણન અસ્પષ્ટ હોય (દાખલા તરીકે, સ્થળ, ફરજો, લાભો)
 • કોઈ અનુભવની જરૂર ના હોય
 • કોઈ ઇન્ટરવ્યૂ આપવાની જરૂર ના હોય
 • રિક્રુટર કે એમ્પ્લોયર વચન આપે કે એકવાર તમને નોકરી મળે એટલે, તમારું કુટુંબ કેનેડા સ્થળાંતરિત થઈ શકે છે
 • પરમેનન્ટ રેસિડન્સ (PR) ની ગેરંટી ત્યારે મળે છે જ્યારે તમે એકવાર કેનેડામાં કામ કરતા હો
  નોંધ: તમને PR મળવાની ગેરંટી કોઇપણ આપી શકતું નથી.
તમે તમને મદદરૂપ થવા વિઝા એજન્ટને ચૂકવણી કરો તે પહેલાં કંપની વિશે સંશોધન કરો

ઘણી કંપનીઓ નોકરીઓની ઉપલબ્ધતા પોતાની વેબસાઇટ પર પોસ્ટ કરશે. જો તમને ઓફર કરેલું પદ કંપનીની વેબસાઇટ પર ના હોય તો, તે કૌભાંડ હોઈ શકે છે. કેનેડામાં તમારા મિત્રો કે કુટુંબને કંપની અને નોકરીની ઓફરનું સંશોધન કરવા કહો જેથી ખાતરી કરી શકાય કે તે બંને વાસ્તવિક છે.

વિદ્યાર્થી સંબંધિત કૌભાંડો

જો તમે કેનેડામાં અભ્યાસ કરવા અરજી કરી રહ્યાં હો:

જો તમે ગ્રેજ્યુએશન પછી કેનેડામાં કામ કરવા ઇચ્છતા હો તો, ખાતરી કરો કે તમે પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) માટે પાત્ર છો.

કોઈ કૌભાંડિયાને તમારું સ્વપન ચોરવા દેશો નહીં.

કેનેડામાં અભ્યાસ કરવો અને ગ્રેજ્યુએશન પછી કામ કરવું વિશે વધુ માહિતી મેળવો(opens in a new tab) .

નિયુક્ત શૈક્ષણિક સંસ્થા શું હોય છે?

કેનેડામાં બધી સ્કૂલો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સ્વીકારી શકતી નથી. ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યુશન (DLI) એ સ્કૂલ હોય છે જેને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સમાવવા માટે માન્ય હોય છે. જો તમે કેનેડામાં અભ્યાસ કરવા ઇચ્છતા હો તો, તમે જે સ્કૂલમાં અરજી કરી રહ્યાં હો તે નિયુક્ત શૈક્ષણિક સંસ્થાની યાદી પર હોવાની ખાતરી કરો(opens in a new tab) .

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સર્વિસીસ

ઘણી સ્કૂલો કેનેડામાં જીવવું, શહેર, હવામાન, રહેવા માટેની કોઇક જગ્યા શોધવી, આરોગ્ય સંભાળ, સ્કોલરશિપ્સ અને અન્ય ઘણી બાબતો વિશે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મદદરૂપ થવા સર્વિસીસ આપે છે.

પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે કોણ અરજી કરી શકે છે?

બધી ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યુશન્સ (DLIs) અને અભ્યાસના બધાં કાર્યક્રમો તમને પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) મેળવવા પાત્ર બનાવતા નથી. DLI યાદીની(opens in a new tab)  સમીક્ષા કરીને જુઓ કે કઈ સ્કૂલો તમને PGWP માટે પાત્ર બનાવતા કાર્યક્રમો આપે છે. તમે ગ્રેજ્યુએટ થયા પછી કેનેડામાં કામ કરવા વિશે વધુ માહિતી મેળવો(opens in a new tab) .

વિદ્યાર્થી સંબંધિત કૌભાંડો

તમારી સાથે કૌભાંડ થઈ રહ્યું હોઈ શકે જો વિઝા એજન્ટ કે સ્ટુડન્ટ રિક્રુટર

 • તમને કેનેડામાં નિયુક્ત શૈક્ષણિક સંસ્થા (DLI) નાં સ્વીકૃતિ પત્ર વગર સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરવા કહે
  નોંધ: તમે સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરી શકો તે પહેલાંતમને સ્વીકૃતિ પત્રની જરૂર પડે છે. DLI સ્વીકૃતિ પત્ર સીધો તમને મોકલશે.
 • તમને DLI નો સ્વીકૃતિ પત્ર અપાવવાનું વચન આપતા હોય જો તમે તેઓને ચૂકવણી કરો
  નોંધ: જો કોઇક તે વચન આપે તો, તેઓ કૌભાંડનો ભાગ હોય તેવી શક્યતા રહે છે. એક પ્રમાણિક સ્કૂલ કોઈ એડમિશન ડોક્યુમેન્ટ્સ આપતા પહેલાંતમારી ભાષા અને શૈક્ષણિક ક્ષમતાઓનું મૂલ્યાંકન કરશે.
 • તમને એવું કહે કે તેઓ ફી માટે ડિસ્કાઉન્ટવાળો ટ્યુશન રેટ તમને અપાવી શકે છે
  નોંધ: ફીની ચર્ચા કરવા સીધાં સ્કૂલ સાથે વાત કરો.
 • સ્કોલરશિપ મેળવવા અરજી કરવા અથવા તમારી સ્કોલરશિપ મંજૂર થઈ હોવાની ગેરંટી આપવા તમને નાણાં ચૂકવવા કહે
  નોંધ: સ્કોલરશિપ માટે અરજી કરવાનું સામાન્ય રીતે મફતમાં થતું હોય છે અને તમને કોઈ સ્કોલરશિપ મળશે એવી ગેરંટી કોઈ આપી શકતું નથી.
 • તમને એવું કહે કે તમારી સ્ટડી પરમિટની લંબાઈથી બહુ વધારે સમય તમે કેનેડામાં રહી શકો છો
 • તમને એવું કહે કે બધી DLIs અને અભ્યાસના કાર્યક્રમો તમને પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પરમિટ (PGWP) મેળવવાને પાત્ર બનાવી શકે છે

તમે પોતાનું અને તમારા કુટુંબીજનોનું સંરક્ષણ કરો

કૌભાંડિયાઓ તમે મહેનત કરીને કમાયેલા નાણાં લેવા ઇચ્છતા હોય છે અને તમને ગેરંટેડ વિઝા કે પરમેનન્ટ રેસિડન્સ (PR) નાં ખોટા વચનો આપતા હોય છે. મૂર્ખ બનશો નહીં: જો કંઇક સાચુ હોવા બહુ સારું લાગે તો, તે કદાચ હોઈ શકે છે.

Page details

Date modified: